જીવન અંજલિ થાજો ! – કરસનદાસ માણેક

              જીવન અંજલિ થાજો !

           મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;

દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!

           મારું જીવન અંજલિ થાજો !

                                                           

સતની  કાંટાળી  કેડી  પર  પુષ્પ બની પથરાજો;

ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!

           મારું જીવન અંજલિ થાજો ! 

                                                        

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;

હૈયાના  પ્રત્યેક   સ્પન્દને   તારું  નામ  રટાજો !

            મારું જીવન અંજલિ થાજો !

                                                          

વમળોની વચ્ચે નૈયા મુજ  હાલકલોલક થાજો;

શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!

           મારું જીવન અંજલિ થાજો !

                                                        

કરસનદાસ માણેક
 

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/07/14/jivan_anjali_karasandas_manek/trackback/

RSS feed for comments on this post.

8 Comments Leave a comment.

  1. કરસનદાસ માણેકની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક.

    આવી ભાવવાહી પ્રેરક કૃતિને પ્રકાશમાં લાવવા બદલ અભિનંદન …હરીશ દવે.

  2. હરીશભાઈ, ગુર્જરજનોને કંઠસ્થ ને જીભે રમતી આ કૃતિ આપણા સહુના આચરણમાં આકારિત થાય એજ ખરી અંજલિ લેખાશે.
    મધુસંચય દ્વારા સાહિત્ય સંચારનો આપનો ઉમદા પ્રયાસ આદરણીય તેમજ અભિનંદનીય છે.
    આપનો આભાર… દિલીપ પટેલ

  3. [...] જીવન અંજલિ થાજો ! મારું જીવન અંજલિ થાજ… [...]

  4. વાંસદાની શ્રીપ્રતાપ હાઇસ્કુલમાં ધોરણ 5-10 દરમીયાન આ પ્રાર્થના રોજેરોજ ગાઇ છે. હ્રદય પ્રફુલ્લીત થઇ નાચી ઉઠ્યું!

  5. hi…
    bhajan & song download

  6. Good ,

  7. it is a very beautiful poem.

  8. its really good poem which insipired us to do something for our society


Leave a Comment