‘આપણું’ ગીત - માધવ રામાનુજ

આપણે તો ભૈ રમતારામ !

વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.

                                                           

વાદળ  કેવું  વરહે,  કેવું  ભીંજવે ! એવું  ઊગતા દીનું વ્હાલ !

આછેરો આવકાર મળે, બે નેણ ઢળે -

બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !

મારગે મળ્યું જણ ધડીભર અટકે, ચલમ પાય

ને  પૂછે - કઈ  પા  રહેવાં  રામ ?

વાયરો   આવે-જાય  એણે  ક્યાંય  બાંધ્યાં  ના  હોય  ગામ !

                                                         

ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;

સમણાંના શણગાર સજીને ઊંધ આવે

ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,

ઝાકળમાં  ખંખોળિયું ખૈ  ને હાલતા થાઈ, પૂછતા નવાં નામ…

આપણે તો ભૈ રમતારામ !

                               

માધવ રામાનુજ

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com           

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/07/28/apanu_geet_madhav_ramanuj/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. On May 27, 2007 at 11:44 pm માધવ રામાનુજ, Madhav Ramanuj « ગુજરાતી સારસ્વત પરિચય Said:

    [...] “આપણે તો ભૈ રમતારામ ! વાયરો આવે-જાય એણે ક…“ [...]

Leave a Comment