જીભલડી રે ! – પ્રીતમ

જીભલડી રે ! તને હરિગુણ ગાતાં આવડું આળસ ક્યાંથી રે !
લવરી કરતાં નવરી ન મળે, બોલી ઊઠે સૌમાંથી રે !

પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે;
ઝઘડો કરવા જાહેર ઝૂઝે, કાયર હરિગુણ ગાવા રે.

ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે,  આગ એથી ક્યાં ઓલવાશે રે? 
ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે?

તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ લેવરાવો રે;
પરથમ તો મસ્તક નહીં નમતું, પછી નામ શું સંભળાવો રે ?

રામનામનું દામ ન બેસે, કામ ખડે નહીં કરવું રે;
સહેજે પાર પંથનો આવે, ભજન થકી ભવ તરવું રે.

જેનું નામ જપે જોગેશ્વર, શંકર શેષ વિરંચિ રે;
કહે ‘પ્રીતમ’ પ્રભુ-નામ વિસાર્યું,  તે પ્રાણી પરપંચી રે.

પ્રીતમ

Published in: on October 26, 2006 at 2:59 pm Comments (2)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/10/26/jibhaladee_pritam/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. [...] #  “  જીભલડી રે ! “ [...]

  2. જીભના સારા ગુણગાન ગાયા…. સરસ ગીત શોધી લાવ્યા, સુરેશભાઈ…!


Leave a Comment