ખબરદાર ! મનસૂબાજી – ધીરો

ખબરદાર ! મનસૂબાજી,
ખાંડાની ધારે ચડવું છે;
હિંમત હથિયાર બાંધી રે,
સત્ય લડાઇએ લડવું છે. – ખબરદાર ! મનસૂબાજી…

એક ઉમરાવને બાર પટાવત,
એક એક નીચે ત્રીસ ત્રીસ;
એક ધણીને એક ધણિયાણી એમ,
વિગતે સાતે ને વીશ;
સો સરદારે ગઢ ઘેર્યો રે,
તેને જીતી પાર પડવું છે.- ખબરદાર ! મનસૂબાજી…

પાંચ પ્યાદલ તારી પૂંઠે ફરે છે,
ને વળી કામ ને ક્રોધ;
લોભ, મોહ ને માયા, મમતા એવા,
જુલમી જોરાવર જોધ;
અતિ બલિષ્ઠ સવારી રે,
એ સાથે આખડવું છે.  – ખબરદાર ! મનસૂબાજી…

પ્રેમપલાણ ધરી જ્ઞાનઘોડે ચડી,
સદ્ ગુરુ શબ્દ લગામ;
શીલ સંતોષ ને ક્ષમા ખડ્ ગ ધરી,
ભજન ભડાકે રામ;
ધર્મઢાલ ઝાલી રે,
નિર્ભે નિશાને ચઢવું છે. – ખબરદાર ! મનસૂબાજી…

સૂરત નૂરત ને ઇડા પિંગળા,
સુષુમણા ગંગાસ્નાન કીજે;
મન પવનથી ગગનમંડળ ચઢી, Z
’ધીરા’ સુરારસ પીજે, રાજ ઘણું રીઝે રે;
ભજન વડે ભડવું છે. – ખબરદાર ! મનસૂબાજી…

- ધીરો   જીવન ઝાંખી

Published in: on November 2, 2006 at 12:30 am Comments (2)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/11/02/khabaradar_manasubaji/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. Good one.

  2. આ પદ ભક્તકવિની ઉચ્ચ કવિત્વ શક્તિ અને શૈલીનું સ-રસ દર્શન કરાવે છે. આભાર.


Leave a Comment