વસંત- નવલરામ પંડ્યા

પચરંગી પટકૂળ ધારી,
દીપે કુદરત આ રતે ન્યારી.

કુમળાં ચળકતાં વૃક્ષે સજ્યાં નવપલ્લવ જૂનાં ઉતારી,
આંબે મૉર અથાગ જ ઝૂકે, જાણે કલગીઓ સારી.
વસંતની આવી સવારી ! દીપે …..

વીંટી વળી વેલી સૌ સૌને, વૃક્ષે હસ્ત પ્રસારી,
ફૂલનાં ઝૂમખે ઝૂમખાં જે પર, રંગબેરંગી અપારી!
ઝૂલે ઝાડી ફૂલભરી ભારી ! દીપે….

ફૂલભરી ડાળો ડોલે, ખરે ફૂલ, પથરાઇ ફૂલની પથારી,
ભ્રમર હજારો ગુંજાર કરતાં, સુગંધી લેતાં ગયાં હારી!
કોયલની છે બલિહારી! દીપે ….

- નવલરામ પંડ્યા

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/11/05/vasant_-navalram/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. [...] #   રચના [...]

  2. વસંતના વાતાવરણને નવલરામે આ રીતે ખરેખર રંગબેરંગી રંગીને આબેહૂબ ઓપાવ્યું છે.


Leave a Comment