સમય જાતાં – અમૃત ઘાયલ

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

- અમૃત ઘાયલ

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/11/12/samay_jata_ghayal/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. ગઝલ નામ સુણતાં જ ઘાયલ સાહેબ યાદ તો આવે જ છે; પણ આ ગઝલ વાંચતાં સવિષેશ સ્મૃતિ થઈ આવે છે. આભાર.

    અમૃત ઘાયલ યાદ આવતાં ગઝલ ગવાઈ જાયે છે
    આપની અલવિદાએ ગુર્જર ગઝલ ઘવાઈ જાયે છે

  2. અમૃત ઘાયલ, મારા સૌથી મનપસંદ કવી. હું એમના અનેક ચાહકો માનો એક છુ. ગુજરાતી પાઠયપુસ્તકમાં ધોરણ ૯ માં ભણેલી એમની એક ગઝલ “રસ્તો નહી જડે તો રસ્તો કરી જવાના” એ મારા જીવનમાં મે વણી લીધેલી છે.

    ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આપના યોગદાન બદલ ખુબ ખુબ આભાર.


Leave a Comment