દુઃખની ધરતીના અમે છોડવા – સ્વપ્નસ્થ

દુઃખની ધરતીના અમે છોડવા,
સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા,
સુખના કેવા આભાસ? – દુખની ….

લીલાં લીલાં અમારાં પાંદડાં
જોઇને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં
સપનાં કે સુરભિ સદાય? – દુખની ….

ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
ઉપર ઊંચે આકાશ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યાં ?
આ તે કેવા વિશ્વાસ? – દુખની …

એવા વિશ્વાસ સરજે માનવી
જેનાં મૂલ ન થાય,
દુઃખની ધરતીથી જગાડે જે નવી
જિન્દગી, ધન્ય એને ભાઇ! – દુખની …. 

- સ્વપ્નસ્થ ( ભનુભાઇ વ્યાસ )

#    જીવનઝાંખી

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/11/13/dukhani_dharati-swapnastha/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. [...] # રચના  [...]

  2. દુઃખની ધરતીના અમે છોડવા,
    સુખ કાજ તાકીએ અંકાશ;
    પવન લહરે લાગીએ ડોલવા,
    સુખના કેવા આભાસ?

    -સરસ ગીત…


Leave a Comment