કદમમાં કોઇના એક જ ઇશારે દિલ ધરી બેઠા,
બહુ સસ્તામાં જીવનનો અમે સોદો કરી બેઠા.
તમે કે ઝુલ્ફ કેરી જાળ રસ્તે પાથરી બેઠા,
અમે કેવા કે જાણી જોઇને બંધનને વરી બેઠા.
પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની !
અમારે પ્રેમ કરવો’તો, તમારાથી કરી બેઠા.
કરીએ કાકલૂદી એટલી ફૂરસદ હતી ક્યારે,
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.
હતી તોરી કંઇ એવી તબિયત કે જીવનપંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા.
અમે કે નાવને મઝધારમાં વ્હેતી મૂકી દીધી,
તમે કાંઠો નિહાળી નાવને ત્યાં લાંગરી બેઠા.
કદી બદનામ ગભરૂ આંખ ના થઇ જાય એ બીકે,
ઝખમને ફૂલ સમજીને જિગરમાં સંઘરી બેઠા.
અમારું ધ્યેય છે, બરબાદને આબાદ કરવાનું,
અમે એ કારણે ખંડેરમાં આંખો ભરી બેઠા.
અમારા ને તમારા પ્રેમમાં ખૂબ જ તફાવત છે,
અમે ‘રૂસ્વા’ બની બેઠા, તમે ‘રૂસ્વા’ કરી બેઠા.
- ‘ રૂસ્વા ‘ મઝલુમી
પાજોદ દરબાર - ઇમામુદ્દીન બાબી
રૂસ્વા - જેને માણસ કહી શકાય તેવો માણસ. પોતે ઉચ્ચ કક્ષાના શાયર હોવા ઉપરાંત નવાબી કાળમાં તેમણે પોતાની છત્રછાયા નીચે ગુજરાતી ગઝલના બે ગુલાબનું સંવર્ધન કર્યું - ‘શૂન્ય’ પાલનપુરી અને અમૃત ‘ઘાયલ’ .
મઝેદાર ગઝલ. આભાર.
‘કદી બદનામ ગભરૂ આંખ ના થઇ જાય એ બીકે,
ઝખમને ફૂલ સમજીને જિગરમાં સંઘરી બેઠા.’
વિશેષ પસંદ પડી.
અમે ‘રૂસ્વા’ બની બેઠા, તમે ‘રૂસ્વા’ કરી બેઠા….
…મજાની વાત…
http://www.kavilok.com/kavi_rusva.html
Trying to create a dedicated page of Ruswa’s excellent work.
Please share his work with us.
http://www.kavilok.com/kavi_rusva.html
Thank you very much to you and Dilip for making these wonderful poetries accessible online. Just brings back lots of memories.
there is really good gazal from the ruswa .i wishes to him best of luck for his career in poetry