ઘરનાં તો જો કે – બેફામ

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.

અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.

બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.

લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.

આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.

મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.

-   બેફામ

Published in: on November 25, 2006 at 2:00 am Comments (3)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/11/25/gharana_to_befaam/trackback/

RSS feed for comments on this post.

3 Comments Leave a comment.

  1. વાહ !
    સલામ છે બેફામ સાહેબને …

  2. અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
    વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.

    - ખૂબ સરસ વાત…

  3. valtrex and weight loss

    news


Leave a Comment