આ તનરંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી;
અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગે જી.
અંગે તેલ ફુલેલ લગાવે, માથે છોગાં ઘાલે જી;
જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે જી.
જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઇ ડોલે જી:
મગરૂરીમાં અંગ મરોડે, જેમેતેમ મુખથી બોલે જી.
મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહીં કોઇ રાગી જી;
બહાર તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગે જી.
આજકાલમાં હું–તું કરતાં, જમડા પકડી જાશે જી;
બ્રહ્માનંદ કહે, ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશે જી.
- બ્રહ્માનંદ
[...] # આ તનરંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી; અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગે જી. [...]
haji brahmanand swami ni ghani kavita ane chappa che . jo apni pase samay hoi to aa web par mukva vinanti che.