નિર્દોષ ને નિર્મળ આંખ તારી - હરિશ્ચન્દ્ર ભટ્ટ

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો !

કૂંળી હજી દેહલતા ન પાંગરી
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવન ચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ !

સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં !

છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી !

- હરિશ્ચન્દ્ર ભટ્ટ

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/12/06/nirdosh_ne_nirmal_harishchandra_bhatt/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. On December 14, 2006 at 8:13 am હરિશ્ચન્દ્ર ભટ્ટ « ગુજરાતી સારસ્વત પરિચય Said:

    [...] #  ” નિર્દોષ ને નિર્મળ આંખ તારી હતી હજી યૌવનથી અજાણ, કીધો હજી સાસરવાસ કાલે, શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો !” [...]

Leave a Comment