ચિત્ત તું શીદને ચિંતા ધરે? -દયારામ (Dayaram)

દયારામ

   

ચિત્ત તું શીદને ચિંતા ધરે?

  

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. કૃષ્ણને

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. કૃષ્ણને

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. કૃષ્ણને

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. કૃષ્ણને

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. કૃષ્ણને

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે .. કૃષ્ણને

દયારામ 

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/12/15/%e0%aa%9a%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%a4%e0%ab%81%e0%aa%82-%e0%aa%b6%e0%ab%80%e0%aa%a6%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9a%e0%aa%bf%e0%aa%82%e0%aa%a4%e0%aa%be-%e0%aa%a7%e0%aa%b0%e0%ab%87/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. On December 16, 2006 at 8:21 am સુરેશ જાની Said:

    તેમના જીવન વિશે વાંચો : -

    http://sureshbjani.wordpress.com/2006/08/27/dayaram/

  2. On August 18, 2007 at 1:18 pm ચિત્ત તું શીદને ચિંતા ધરે? -દયારામ (Dayaram) « તુલસીદલ Said:

    [...] ચિત્ત તું શીદને ચિંતા ધરે? -દયારામ (Dayaram) August 18, 2007 Filed under: અન્ય સ્તુતિઓ — મગજના ડોક્ટર @ 8:17 pm ચિત્ત તું શીદને ચિંતા ધરે? -દયારામ (Dayaram) [...]

Leave a Comment