મૂળ રે વિનાનું – રવિ સાહેબ

મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી,
એ જી એને પડતાં ન લાગે જો ને વાર …. મૂળ રે…

એને પ્રેમનાં પાણીડાં સિંચાવજો,
એની મૂરત સૂરત પાણિયાર … મૂળ રે…

એને સતનાં તે ખાતર પુરાવજો,
એની પાળ્યું પહોંચી પિયાની પાસ …. મૂળ રે…

એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી,
એ જી એ તો અમરફળ કહેવાય. …. મૂળ રે…

કહે રે રવિ ગુરુ ભાણને પ્રતાપે,
એ જી પ્રભુને ભજો તો ભવ પાર. …. મૂળ રે…

- રવિ સાહેબ   :     જીવનઝાંખી

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/12/17/mool_re_vinanu_ravisaheb/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. very nice


Leave a Comment