મોરલો મરતલોકમાં આવ્યો – દાસી જીવણ ( જીવણ સાહેબ)

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;
મોરલો મરતલોકમાં આવ્યો.

લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો;
સતી રે સુહાગણ સુંદરી રે,
સૂતો તારો શે’ર જગાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

ઇંગલા ને પિંગલા મેરી અરજું કરે છે રે;
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળીયે છેતર્યો ને કાં તો
ઘર રે ધંધામાં ઘેરાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

- દાસી જીવણ ( જીવણ સાહેબ)   -  જીવન ઝાંખી

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/12/20/moralo_jivan_saheb/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment