હાં રે વેણ વાગી – પ્રેમાનંદ સ્વામી

હાં રે વેણ વાગી રે વેણ વાગી,
હાં રે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે. – વેણ…

હાં રે મધ્યરાતે વગાડી અલબેલે,
હાં રે નંદલાલે રંગીલે રંદ છેલે રે.– વેણ…

હાં રે વહાલે મંત્ર ભણીને વજાડી,
હાં રે ભરી નિદ્રામાં સૂતી જગાડી રે. – વેણ…

હાં રે વાંસળીએ મારી પાંસળી વીંધી,
હાં રે બા’રે નિસરી કાળજડું ચીદી રે. – વેણ…

હાં રે મારા પ્રાણ હર્યા પાતળિયે,
હાં રે હવે ક્યારે મોહનજીને મળિયે રે. – વેણ…

હાં રે પ્રેમાનંદ કહે ઊઠી ઘેલી સરખી,
હાં રે ખૂંતી ચિત્તમાં મૂરતિ ગિરધરકી રે. – વેણ…

- પ્રેમાનંદ સ્વામી (  -   જીવનઝાંખી   )

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/12/27/haa_re_ven_vagi_premanand/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. it’s nice


Leave a Comment