અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.
ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે;
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.
હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.
છે દેવાના ડુંગરમાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.
‘અનિલ’ વિસ્તર્યું મૌન તડકારૂપે આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે. - રતિલાલ ‘અનિલ’ ( જીવનઝાંખી )
થઇ ગયું છે – રતિલાલ ‘અનિલ’
The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/01/09/thai_gayu_chhe_ratilal-anil/trackback/
છે દેવાના ડુંગરમાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.
‘અનિલ’ વિસ્તર્યું મૌન તડકારૂપે આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.
-સરસ રજૂઆત…. રતિલાલભાઈને સાહિત્ય પરિષદનું પારિતોષિક મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.