આવે છે -હર્ષદ ત્રિવેદી

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.

કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં ય મેર પછી મણકો આવે છે.

હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ -
ઇલાજમાં એના રોજ ભડકો આવે છે.

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે.

ગયાં’તાં, પાછાં ત્યાં જ આવીને ઊભાં,
જવું ક્યાં? ચારેકોર તડકો આવે છે.

ઘણા વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ, ભભકો આવે છે.

હર્ષદ ત્રિવેદીજીવન ઝાંખી 

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/01/10/aave_chhe_harshad_trivedi/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ -
    ઇલાજમાં એના રોજ ભડકો આવે છે.

    પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
    બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે.

    - સુંદર શેર !

  2. સુંદર ગઝલ… પ્રથમ મેર પછી મણકો આવે છે…. ખૂબ સરસ રજુઆત. મેર એટલે માળાનો સૌથી મોટો મણકો જેની સાથે થોડી દોરીનો ગુચ્છ પણ બંધાયેલો હોય છે અને જ્યાંથી માળાની શરૂઆત થાય છે. ગઝલના બધા જ શેર સ્પર્શી જાય એવા છે.


Leave a Comment