સાથી વિનાનું જીવન – ડો. દીનેશ શાહ

ઝાંઝવાના જળ જેવું, આ જીવન શાને લાગે રે?
સરોવર કે નદીયું નહીં, તો યે કાયા તરતી લાગે રે.

ગામ નહીં ને સીમા નહીં, ફક્ત રસ્તા લાંબા લાગે રે.
સાંજ નહીં કે સવાર નહીં, કાયમ સૂરજ માથે લાગે રે.

આંખ ખોલું ને આંખ મીંચું, એમાં દા’ડો વહી જાતો રે.
કોઠી ભરું ને ખાલી કરું, એમાં જન્મારો વહી જાતો રે.

પાથર્યા ગુલાબો રસ્તા પર, તો’ય કાંટા ક્યાંથી વાગે રે?
એક કમળ ઉભું પાણીમાં, એને પોતાનું કોઇ ના લાગે રે.

વગર વાદળે, વગર વરસાદે, ભીજાતી કાયા લાગે રે.
અનંત ને અંધારી રાતમાં, જીવન સપનું લાગે રે.

એકલ ઘાટે કોઇ મળે અજાણ્યું, તો ય જાણીતું લાગે રે.
જીવનભરના સૌ જાણેલાં, કેમ અજાણ્યા લાગે રે?

- ડો. દીનેશ શાહ

ડો. દીનેશ શાહ છેક  1962 થી ફ્લોરીડા, અમેરીકામાં સ્થાયી થયેલા છે.  બહુ જ નિપુણ બાયો ફિઝીસીસ્ટ હોવા ઉપરાંત તેઓ હૃદયથી કવિ છે અને ભારતમાં સમાજ સેવાના ઘણા કામોમાં આર્થિક અને સક્રિય ફાળો આપતા એક ‘માણસ’ કહેવાય તેવા માણસ છે. પિસ્તાલીસ વર્ષ અમેરીકામાં ગાળ્યા છતાં હજુ તેઓ નખશીશ ભારતીય  રહી શક્યા છે.  

2000 ની સાલમાં તેમનાં પત્ની સુવર્ણાબેનનું અવસાન થતાં, પાણીમાં એકલા ઉભેલા કમળની જેમ  સતત ખાલીપો અનુભવતા, કવિએ અહીં ઠોસ સ્વાનુભવની શોકમય અભિવ્યક્તિ કરી છે. શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયે આ ગીતને સ્વરબધ્ધ કરેલું છે.

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/01/19/sathi_vina_dinesh_shah/trackback/

RSS feed for comments on this post.

4 Comments Leave a comment.

  1. ન અનુભવેલી લાગણીઓ વિશે બોલવું મારા માટે અનુચિત ગણાય. પણ આ લાગણીને શબ્દસ્વરૂપ આપનારને સલામ મારવાનું નહિ ચૂકુ.

  2. એકલ ઘાટે કોઇ મળે અજાણ્યું, તો ય જાણીતું લાગે રે.
    જીવનભરના સૌ જાણેલાં, કેમ અજાણ્યા લાગે રે?
    -સરસ વાત…

  3. [...] <iframe  src=”http://www.slickdeals.net/“  title=”The Slick Deals” height=”800″ width=”100%”> [...]

  4. Dear Dineshbhai
    This poem is very very touchy. I can’t write any more.
    Take care,


Leave a Comment