સંબંધ -જગદીશ જોશી, Jagdish Joshi

મને તો લાગી’તી
વિશાળીશી પૃથ્વી જલધિભર આ કુંભ સરખી !
ખીલેલાં પદ્મોની પગથી પર શી ચન્દ્ર સુરભિ.

ત્યહીં વેગે વાયા શિશિર–વરણા વાયુ, હમણાં
ખરેલાં પર્ણોમાં વ્યરથ ભટકે મુગ્ધ હરણાં
તિરાડે પૃથ્વીની સ્વપન સમ એ ક્લાન્ત રઝળે;
હવે તો મારો આ સૂરજ શમતો ર્ હે મૃગજળે.

પલાણે અશ્વોને પવન ત્યમ સંબંધ સરતો…

ધસી આવેલાં હ્યાં સમદર તણાં જે જલ, હવે
કિનારે રેતીમાં અરવ થઇ રેખા, તગતગે.
વ્રણોમાં વ્યાપેલું, સ્મરણ-રણ આખુંય સળગે.

- અને ફૂલો, વૃક્ષો, 000000 તે શુ હવે
રહ્યાં જૂના કેલેન્ડર સમ દીવાલે લટકતાં.

- જગદીશ જોશી

યુવાનીમાં જે સંબંધ સ્વર્ગીય લાગતો હોય, જીવનની એક સોહામણી છબી ચીતરી હોય;   તે કાળક્રમે કેવું શુષ્ક સ્વરૂપ ધારણ કરે છે તેનું આ શબ્દ ચિત્ર કવિતાને વાસ્તવિકતાના સ્તરે ખેંચી જાય છે.

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/03/08/sambandh_jagdish_joshi/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. [...] રચનાઓ : – 1 – : – 2 – : – 3 – : – 4 – : – 5 – : – 6 [...]

  2. અશ્વોને પલાણતા પવનની અને સરતા સંબંધની વાત ….. આવી વાત જગદીશ જોષી સમા હોનહાર કવિની કલમથી જ નીપજે!

    મનને ઉદ્વિગ્ન કરે તોયે માણવા જેવી કૃતિ … હરીશ દવે અમદાવાદ


Leave a Comment