શ્રાવણ નીતર્યો – બાલમુકુન્દ દવે (Baalmukund Dave)

શ્રાવણ નીતર્યો

      

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી,
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.

આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે  ધોયા  ડુંગરા  કોઈ  ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

       

બાલમુકુન્દ દવે

જીવનકાળ: માર્ચ 7, 1916- ફેબ્રુઆરી 28, 1993          

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/03/14/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%b5%e0%aa%a3-%e0%aa%a8%e0%ab%80%e0%aa%a4%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b2%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%81%e0%aa%a8/trackback/

RSS feed for comments on this post.

4 Comments Leave a comment.

  1. સુંદર કવિતા…

    પણ તમારા બ્લૉગ પર દર બે લીટીની વચ્ચે એક ખાલી લીટી છૂટે છે તે આંખને ખટકે છે… એ દૂર ન કરી શકાય?

  2. ઘણા વખતથી આ કાવ્ય વાંચવાની ઈચ્છા પૂરી થઈ.

  3. Vivekbhai,

    I have fixed problem of open space between lines. It helps enjoy poetry better. Thank you for your comments and regular visit of Kavilok.

  4. [...] આખું કાવ્ય વાંચો, કવિલોક પર… [...]


Leave a Comment