એક તું છે, એક હું છું ને સમય છે. – એક.
થાક છે, ચરણો છે, રસ્તો છે, સફર છે. – એક.
કેમ શંકા ને કુશંકાનો અમલ છે ? . – એક.
હા, ઋણાનુબંધની ભીની અસર છે. – એક.
સૌ ચિરંજીવ ખેવનાઓનું ગગન છે. – એક.
આપણી વચ્ચે તો થીજેલો બરફ છે. – એક.
ચાહવા લાયક અજાયબ આ નગર છે. – એક.
આંખ સામે મુક્તિ – બંધનનાં પડળ છે. – એક.
સગપણોનાં- વળગણોનાં કૈં વચન છે. – એક.
છે નદી સંવેદનાની ને ખડક છે. – એક.
આમ જોવા જાવ તો, મંઝિલ તરત છે. – એક.
ધડકનોની ધરતી પર લીલી ગઝલ છે. – એક.
- ડો. દિલીપ મોદી
‘ઉદ્દેશ’ મે – 2005 માંથી સાભાર
સરસ ગઝલ…. આ “એક”વાળું જો કે બહુ ન સમજાયું…
એક તું છે, એક હું છું ને સમય છે.
મૂળ કવીતામાં ઉપરની પંક્તી દરેક લીટીએ દોહરાવાય છે, જે મને ખુંચતું હતું. આથી કવીને અન્યાય ન થાય તે માટે મેં તેને ધ્રુવ પંક્તીની જેમ ટુંકાવી છે.
સૌ ચિરંજીવ ખેવનાઓનું ગગન છે. – એક.
આપણી વચ્ચે તો થીજેલો બરફ છે. – એક.
ખુબ સુંદર…
એક તું છે, એક હું છું ને સમય છે. – એક.
આપણી વચ્ચે તો થીજેલો બરફ છે. – એક.
વાહ વાહ, ખરેખર સરસ લખ્યુ છે…
આ ઉપર ની બે પંક્તિઓ સાથે જોડે તો ઘણુ સુંદર લાગે છે.