ફૂલ પર ઝાકળ – હરીશ પંડ્યા

જળ નથી, રેલાય છે મૃગજળ બધે,
ને પરોઢે ફૂલ પર ઝાકળ બધે.

શબ્દ લીલાછમ મળે ક્યાં વાંચવા,
સાવ કોરા છે અહીં કાગળ બધે.

એક વળગણને હજી છોડ્યું હતું,
ત્યાં નવાં વળગણ મળે આગળ બધે.

સૂર્ય જાણે જળ બધાંયે પી ગયો,
સાવ ખુલ્લાં છે સરિતનાં તળ બધે.

કેમ સામે પાર જાવું, એ કહો,
જ્યાં ચરણ મૂકું, ગ્રસે જ વમળ બધે.

લોક તરસે એક ટીપાં કાજ પણ,
શ્વેત દેખાતાં અહીં વાદળ બધે.

- હરીશ પંડ્યા

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/03/28/fool_par_jhakal/trackback/

RSS feed for comments on this post.

4 Comments Leave a comment.

  1. ગઝલ સરસ છે. પણ પહેલા શેરમાં જળ, મૃગજળ અને ઝાકળની વાતમાં કોઈ અર્થ સરતો હોય એવું લાગ્યું નહીં. કવિ કોઈ પ્રકાશ પાડી શક્શે ખરા?

  2. કવિને તો ક્યાંથી પકડવા?! આપણે જ કલ્પના કરી અર્થ કાઢવા પડે.
    હું તો એવો અર્થ કરું કે, જળના બે સ્વરૂપ કવિએ વર્ણવ્યા છે. એક મૃગજળ જે બહુ જ વિસ્તરેલું છે – આપણી બધી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ …
    બીજું જોવા માટે વહેલા સવારે ઊઠવું પડે અને ફૂલ પરનું ઝાકળ જોવાની દ્રષ્ટિ કેળવવી પડે.

  3. ખરૂ કહયુ છે, બઘેજ મૃગજળજ મળે છે, પ્‍યાસતો બાકીજ રહે છે. ન ઝાકળ પ્‍યાસ બુજાય કે ન મૃગજળથી ને જીંદગીની દોડ એકી શ્વાસે ચાલ્‍યા કરે…. બઘ અઘૂરી પ્‍યાસ.

    ખુબજ સરસ ગઝલ છે, હું કોઇ ગઝલ કાર નથી પણ દિલની વાત સમજાય છે. જે સમજાય છે, મને લાગે છે અદભૂત છે.

  4. ….apexa o ashao………..ichchhao ………kamanao………….nu abhasi jal….aetalej to murgjal…..jal samji tarsya haranni jem dosvanu……….ane bhini tak ………jakalni jem…………….koi parodhe ke xan bhar aave chhe……….aene zadpavani chhe……..zakalnu ayushy ketalu………tadako avataj udi jay………..


Leave a Comment