સુખનો તાળો
રિધ્ધિ સિધ્ધિ અને સમૃધ્ધિનો કરીને સરવાળો
શૂન્યોની શૃંખલામાં અંતે શોધવો સુખનો તાળો
છાંટડો સુખ કેરો પીવા ખૂંદવો દુ:ખનો દરિયો
મોહ મઝધારે ડૂબવું કામકાજમાં મૂકીને પાળો
શાતાની ક્ષણ કાજ ઉદ્વેગમહીં મથવું અહોનિશ
ભવભવ ખોવા છતાં સુખનું સપનુંય ન ભાળો
મારું મારું કરી ધન પદ પ્રેયાર્થે ફરવું જગભર
સ્વાર્થ વેરઝેર કરતાં વેર-વિખેર ઘરનો માળો
સેવા સદ્ભાવ રાખો સિલકમાં છે જીવનું ગણિત
સદાચારી વર્તતાં સુખમાં વીતે ભવનો ગાળો
દિલીપ ર. પટેલ