સ્થાયી તો થાઓ – દિલીપ ર. પટેલ

સ્થાયી તો થાઓ

શમણાંમાં તમો આવો ને જાઓ હવે સ્થાયી તો થાઓ
સૂનમૂન વળી ના ડોલો ના બોલો કેમ દિલ ના ખોલો?
ફરિયાદ કરશો તોય દેશું આવકારો
મળશે ઝાંઝવાનેય અમ્રિત ઓવારો.. .. સ્થાયી તો થાઓ

શ્વાસે હરિહવા ઘટ ઘનશ્યામ ભરું મુજ પ્રેમ ના પોલો
બસ તમે જ ભાવો; ભક્તિભાવ ભાળશો દેહ જો તોલો
નેહનવનીત ભર્યો ઘટસર ના ખારો
ફરી યાદ કરશો, ના ફરિયાદ વારો.. .. સ્થાયી તો થાઓ

પાંપણ પાળે ગૂંથી નવરાશ રચી મેં જાગરણની જાળો
શ્રીજી-સજાગ જગા આવી કળિકાળે ક્યાંય નહિ ભાળો
અમી અશ્રુએ સીંચ્યાં કીકી આંગણ
દયા કામણના જ્યાં સજ્યાં આંજણ.. .. સ્થાયી તો થાઓ

પગલાં તવ પડઘાવીશ પોકારી આ પ્રેમપિંડનો પાવો
જાગે નયનામહીં ઝંખના તમારી વાલમ વ્હેલા રે આવો
રમજો દિન ને રાત નવરાતનો રાસ
થાકો તો સજાવ્યાં છે પાગરણ ખાસ.. .. સ્થાયી તો થાઓ

‘સ્વરૂપ મુજ આતમ ને છું વિદેહી’ કરવો એ ‘દિલ’ને દાવો
સત્ય શમણાં કરી ભવભ્રમણા હરી તુજ મહિમા રે ગાવો
મંદિર કરી બસ ભજું મન દિલમહીં
ભવસર તરી લભું હરિ મંઝિલ તહીં.. .. સ્થાયી તો થાઓ.

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/04/02/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%af%e0%ab%80-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%a5%e0%aa%be%e0%aa%93-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%80%e0%aa%aa-%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment