એક ગુજલિશ ગઝલ – અદમ ટંકારવી (Adam Tankarvi)

એક પૉએટ એટલે મૂંઝાય છે
ભાષાબાઈ એઈડ્ઝથી પીડાય છે

વૅર ધ શુ પિન્ચીઝ ખબર પડતી નથી
બ્લડસ્ટ્રીમમાં પીડા જેવું થાય છે

એઈજ સિક્સટીની થઈ ગઈ એ ખરું
કિન્તુ તું સિક્સ્ટીનની દેખાય છે

હું લખું ઇંગ્લિશમાં તારું નામ ને
એમાં સ્પૅલિંગની ભૂલો થાય છે

શી વુડન્ટ લિસન ટુ ઍનિવન અદમ
આ ગઝલને ક્યાં કશું કહેવાય છે

અદમ ટંકારવીની ગુજલિશ ગઝલોમાંથી સાભાર
પ્રકાશક: આર. આર. શેઠની કપની

http://www.rrsheth.com/

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/04/16/%e0%aa%8f%e0%aa%95-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b2%e0%aa%bf%e0%aa%b6-%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%85%e0%aa%a6%e0%aa%ae-%e0%aa%9f%e0%aa%82%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%b5%e0%ab%80-ada/trackback/

RSS feed for comments on this post.

4 Comments Leave a comment.

  1. વાહ…. અનન્ય રચના…

    વન્ડરફૂલ ક્રીએશન, અદમ સાહેબ, વાહ,
    મિત્રો આમને શબ્દોના સાચા જગલર કહેવાય છે…

  2. શી વુડન્ટ લિસન ટુ ઍનિવન અદમ
    આ ગઝલને ક્યાં કશું કહેવાય છે

    -મજાની વાત…

  3. શી વુડન્ટ લિસન ટુ ઍનિવન અદમ
    આ ગઝલને ક્યાં કશું કહેવાય છે….

    vaah… maja aavi gai….

  4. શી વુડન્ટ લિસન ટુ ઍનિવન અદમ
    આ ગઝલને ક્યાં કશું કહેવાય છે.

    બહોત ખુબ…


Leave a Comment