એક ક્ષણિકા – ચિનુ મોદી

કરે છે કેમ સેતુ બાંધવાના યત્ન અંધારે?
દીવાલોની નદીમાં પૂર ક્યાંથી આવવાનાં છે?

તરસની હદ વટાવી ચાલો સવારે આંખ ખુલ્લામાં
કહો, આ ઓસનાં બેચાર બુંદો પી જવાનાં છે?

ભરેલા શ્વાસનું ધુમ્મસ મને ઘેરી શકે છે ક્યાં?
વીંઝાઇ અટકી અટકી જાય એ પથ્થર હવાનાં છે?

દદડતી રેતીમાં ડૂબી જવાની વાત ભૂલી જા
હલેસાં શોધનારાં વ્હાણ પાછાં આવવાનાં છે?

- ચિનુ મોદી ( ઇર્શાદ)

કવિ પરિચય

ગઝ્લના મૂળ સ્વરૂપને હાની ન પહોંચે છતાં નવા પ્રયોગો કરવામાં સતત પ્રયત્નશીલ આ કવિની આ ‘ ક્ષણિકા પ્રકાર ’ ની રચના છે.  

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/04/25/xanika_chinu-modi/trackback/

RSS feed for comments on this post.

5 Comments Leave a comment.

  1. ગઝલમાં મત્લો ન હોય તો પણ મૂળ સ્વરૂપને હાનિ નથી પહોંચી એમ કહી શકાય ખરું?

  2. એ તો ચીનુભાઇને જ પુછવું પડે.

  3. ચાલો ‘ઈર્શાદ’એટલે ફરમાવો ઈરશાદ હૈ વ્યકત કરી રહ્યો છું.ની ગઝલનો મત્લો આપ્ણે લગાડી આપીએં.
    થયા કયાં મત્લા કોઈના અને પાછા થવાનાં છે
    વફા મકતા થકી સૌ કાફલા પંથે જવાના છે.

    જગત બ્લોગરોનું પણ ઉધઈનું એક જાળુંછે
    મને લાગી રહ્યું છે બાર ગઝલ ના વાગવાનાં છે.
    _વફા

  4. ઈર્શાદ, ઈર્શાદ ! વફા સાહેબ !

  5. xano ne jivvani vat karanaro male
    e rasane e rasadni dad denaro male


Leave a Comment