નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.
આંખો જો હોય કોઈની દર્પણ સમી,
અંતરના બધાં ભેદ કળાય છે.
અંશ મળે જો આ નયનમાં પ્રેમ તણો,
કંઈક સરિતાના વ્હેણ રચાય છે.
જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે.
પામી જો એ સરિતા પંથ સાગર ભણી,
જોજો તો ખરા કેવી મલકાય છે.
ગઝલ – ભૂમિ એસ. ભટ્ટ (Bhumi S. Bhatt)
The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/04/28/%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%ad%e0%ab%82%e0%aa%ae%e0%aa%bf-%e0%aa%8f%e0%aa%b8-%e0%aa%ad%e0%aa%9f%e0%ab%8d%e0%aa%9f-bhumi-s-bhatt/trackback/
બહુ જ સરસ રચના. છેલ્લી પંક્તિ તો બહુ જ સરસ લાગી.