ગઝલના બધા શેર મઠારી આપો – ‘આદિલ’ મન્સૂરી

ક્યાં કહું છું કે મદિરા જ વધારી આપો,
જિંદગીભર જે રહે એવી ખુમારી આપો.

ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય,
દર્દ આપો તો જરા વિચારી આપો.

ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે,
એ કહે છે મને ચાંદ ઉતારી આપો.

ચાંદ મહેમાન બની આવ્યો છે આજે ઓ પ્રભુ!
આજ તો રાતની સીમાઓ વધારી આપો.

ખ્વાબમાંયે કદી ‘આદિલ’ને દઇને દર્શન,
એની ગઝલના બધા શેર મઠારી આપો.

- ‘આદિલ’ મન્સૂરી

Published in: on May 16, 2007 at 10:00 am Comments (2)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/05/16/gazalana_sher_adil_masuri/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. [...] ‘ક્યાં કહું છું કે, મદીરા જ વધારી આપો, એ… [...]

  2. ખ્વાબમાંયે કદી ‘આદિલ’ને દઇને દર્શન,
    એની ગઝલના બધા શેર મઠારી આપો.

    great sher!


Leave a Comment