ચોતરફ મારા જ પડછાયા હતા - ‘આદિલ’ મન્સૂરી

શબ્દ જે તુજ હોઠ પર આવ્યા હતા,
એ તો મારા મૌનના પડઘા હતા.

આંખમાં આંસુ સદા રહેતા હતા,
પણ પ્રસંગો સાચવી લીધા હતા.

એની ખુશ્બૂ પણ મને ડંખી ગઇ.
ફૂલના દિલમાંય શું કાટા હતા?

આમ જોકે યાદ છે તારી ગલી,
ભૂલવાના પણ ઘણા રસ્તા હતા.

આમ પણ હું તો દુઃખી રહેતો હતો.
પણ પછી તેઓય પસ્તાયા હતા.

આપ શું જાણો કે ક્યાં વીજળી પડી?
આપ તો ઘૂંઘટમાં શરમાયા હતા.

ખુદ મને હું શોધવા ફરતો હતો,
ચોતરફ મારા જ પડછાયા હતા.

- ‘આદિલ’ મન્સૂરી

Published in: on May 17, 2007 at 10:00 am

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/05/17/mara_padachhaya_adil_mansuri/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. On May 18, 2007 at 1:30 am વતનની ધુળથી માથું ભરી લઉં ..... « કાવ્ય સુર Said:

    [...] તેઓ તો આપણને પોતાના સ્વજન ગણે છે. ખરેખર ‘માનવ થઇ શકેલા’ અને એવું માનનારા, સાચા ’માનવી’  છે કે, ‘ખુદ મને હું શોધવા ફરતો હતો, ચોતરફ માર… [...]

Leave a Comment