મૃત્યુ મારું પોતાનું હતું – જલન માતરી (Jalan Matari)

મૃત્યુ મારું પોતાનું હતું

એટલા   માટે   રુદન  મારું  ઘણું   છાનું  હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ  સાગરમાં  ભળી  ઊંડાણ  જોવાનું  હતું.

હું જ  નીરખતો  હતો એ  વાત હું  ભૂલી  ગયો,
મારા  મનથી  પાપ મારાં  કોણ  જોવાનું  હતું?

એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !

અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને  તો  જીવનભર  તરસવાનું   હતું.

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’,  જાણે કે  મૃત્યુ મારું  પોતાનું  હતું.

જલન માતરી

Published in: on June 16, 2007 at 6:39 pm Comments (5)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/06/16/%e0%aa%ae%e0%ab%83%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%ab%81-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%a4%e0%ab%81/trackback/

RSS feed for comments on this post.

5 Comments Leave a comment.

  1. પહેલી જ વાર વાંચી. જલન મારા અત્યંત પ્રીય શાયરોમાંના એક.
    એકે એક શેર લાજવાબ છે.
    આભાર.

  2. મેં આ અગાઉ ફક્ત મક્તો જ સાંભળેલો… આખી ગઝલ વંચાવવ બદલ ખુબ ખુબ આભાર..

  3. કેવી બળુકી બાની છે !!

    એક એક શેર સવા શેરનો !

  4. wah, nice gazal

  5. a very nice gazal which is reflected truth of “MRUTYU”


Leave a Comment