હરી ગયો – નિરંજન ભગત (Niranjan Bhagat)

હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ!

એ તો મુજ કંઠે બે કરથી વરમાળા રે ધરી ગયો!

સપનામાંયે જે ના દીઠું,
એ જાગીને જોવું
આ તે સુખ છે કે દુ:ખ મીઠું?
રે હસવું કે રોવું?

ના સમજું તોયે સહેવાતું એવું કંઈ એ કરી ગયો!
હરિવર મુજને હરી ગયો!

નિરંજન ભગત

Published in: on July 7, 2007 at 10:25 pm Comments (3)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/07/07/%e0%aa%b9%e0%aa%b0%e0%ab%80-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b0%e0%aa%82%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%ad%e0%aa%97%e0%aa%a4-niranjan-bhagat/trackback/

RSS feed for comments on this post.

3 Comments Leave a comment.

  1. ખૂબ જ સુંદર ગીત….

    સપનામાંયે જે ના દીઠું,
    એ જાગીને જોવું
    આ તે સુખ છે કે દુ:ખ મીઠું?
    રે હસવું કે રોવું?

    ના સમજું તોયે સહેવાતું એવું કંઈ એ કરી ગયો!
    હરિવર મુજને હરી ગયો!

    -વાહ…

  2. હરિવર મુજને હરી ગયો!

    મજાનું ગીત.

  3. મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

    હરિવર મુજને હરી ગયો!

    વાહ…. ખરેખર ખૂબ મજા આવી ગઈ… સ-રસ ગીત!

    વાંચતા જ જાણે કાનમાં ગૂંજ્યા કરે છે….


Leave a Comment