રોમાંચ નામે નગર - ઇન્દુ પુવાર

મારો રસ્તો વૃક્ષોનો છે.
મારો અવાજ પાણીનો છે.
ને મારો પડછાયો પારેવાંનો છે.
હું ઊભો છું, ત્યાં જ છું.
એવો ને એવો રોજ રોજ જેવો

ખાલી એક ગોરસઆંબલી ઊભી છે
એની પર એક ખિસકોલી, બ્વ ખિસકોલી, પાંચ ખિસકોલી
પાતળામાં પાતળી ડાળી પર સમયસૂચકતા લઇ
આંખથી પવન માપતી
દૂર દૂર ઊભેલા અવાજોને જીભથી ઊંચકતી
અહીંતહીં ફરતી સ્થિર થતી જાય છે.
ગોરસઆંબલી અને મારી જમીન એક છે.
મોટું મકાન અને આગળની લોનમાં ફરતા કોઇકના બે પગ જમીન એક છે.
લીલોછમ લહેરાતો લીમડો અને પસાર થતી ઊંટગાડી છ પગ - જમીન એક છે.

જમીન એક છે રોજ રોજ રોજ
મોટું મકાન એક છે રોજ રોજ રોજ
રોજ રોજ રોજ છ પગ એક થાય છે.
ઊંટગાડી પસાર થાય છે.

- ઇન્દુ પુવાર

કવિ પરિચય

Published in: on July 10, 2007 at 8:53 am

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/07/10/romanch_name_nagar_indu_puwar/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. On July 10, 2007 at 12:34 pm ઈન્દુ પુવાર , Indu Puwar « ગુજરાતી સારસ્વત પરિચય Said:

    [...] ” મારો રસ્તો વૃક્ષોનો છે. મારો અવાજ પાણી….” [...]

Leave a Comment