કાં વદે વાણી ‘હું ગાંધીવાદી’

કાં વદે વાણી ‘હું ગાંધીવાદી’ ?

બહાર ખાદી અંદર ગાદી કાં વદે વાણી ‘હું ગાંધીવાદી’ ?            
હીંસક મીજાજી સ્વાર્થ તેજાબી દેખ દાઝી દેશ આઝાદી      
કાં વદે વાણી ‘હું ગાંધીવાદી’ ?

આણી આંધી અરાજકતાની થઈ રાજકર્તા આતંકવાદી
ના ગારુડી તું તો વાદી મણીધર લભવા થ્યો ફૂલવાદી
કાં વદે વાણી ‘હું ગાંધીવાદી’ ?
 
રેણ લગાડી મીણનું મીનમેખી વેણ તું તોડે શીલાલેખી
ઘટમહીં લાદી મન તકલાદી લૈ કટકી જીવતો તકવાદી
કાં વદે વાણી ‘હું ગાંધીવાદી’ ?

લુંટે રમાડી દેશની બાજી ફરે ઘેટાં પાછળ લક્ષ્મીવાદી 
પર સેવા નામે ના પરસેવા પાડે તું તો ખર ભગવાદી
કાં વદે વાણી ‘હું ગાંધીવાદી’ ?

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/07/14/%e0%aa%95%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%a6%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6/trackback/

RSS feed for comments on this post.

3 Comments Leave a comment.

  1. બહુ જ સરસ રચના .
    ખર ભગવાદી …. આમાં સમજણ ના પડી.

  2. ખર એટલે ગધેડો ( ગધેડા જેવો આળસુ. જેમાં કામ કરવાની ધગશનો અભાવ છે. ગધેડા પાસે કામ કરાવવા ડફણાં કામ લાગે એમ આ નેતા પાસે કામ કઢાવવા દામ કામ લાગે ) ભગવાદી એટલે પ્રારબ્ધમાં માનનારો.

  3. [...] બહાર ખાદી અંદર ગાદી કાં વદે વાણી ‘હું …  [...]


Leave a Comment