સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.
કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી;
આ લોહી છે કે બર્ફ? જે આવેશમાં નથી.
હું શબ્દમા જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
જો કે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.
ભણકાતા મારા મુત્યુની ચીંતા નહીં કરો;
મુળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી .
કીંચીત્ હતી, ક્યારેક છે ને શુન્ય પણ થશે;
મારી તરલ હયાતી જે હંમેશમાં નથી .
બે શબ્દ પ્રાર્થનાના કહી ચુપ થઈ ગયો;
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.
- ભગવતીકુમાર શર્મા
બહુ જ સરસ રચના.
બહુ જ ભાવવાહી ગઝલ
બે શબ્દ પ્રાર્થનાના કહી ચુપ થઈ ગયો;
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.
આ શેર બહુ જ ગમ્યો.
હું શબ્દમા જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
જો કે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી
Ati sundar… Juo to khara ketali najakat thi korado vinjayo chhe. Ghav dekhadya vagar vedana ni tivra anubhuti te aanu nam. Jiyo