વાયકા - આર્જવ (Aarjav)

કવિલોકમાં પા પા પગલી માંડતા આર્જવ રચિત

કેમછો બધા?  આમ તો ખુબ નાનો છુ એટલે જરુર લાગે તો ટકોર અને ઠપકો આપજો.
હું કાંઇક કે.જી ના નવા નિશાળીયા ની જેમ એક અછાંદસ મુકી રહ્યો છું, આશા છે સ્વીકારશો.

“Vaayaka” - Arjav

પ્રેમની પોથીમાં છે એક જુની કહાણી,
સાંભળો કહું છુ હું ધરા ને મેઘની વાતો.

શું કામ એ મનસ્વી રિસાયો કાંઇ ખબર નૈ,
એના મને રમી રહી વૈરાગની વાતો.

એને મનાવવા વાહલીના નોરા તો જુઓ,
પુષ્પો,વલ્કલ ને શીખી આવી શણગારની વાતો.

મારે તો જવું છે,નહીં રોકઉં હું હવે જો;
એ શિશિર પાછળ નિકળેલાના ખુમારની વાતો.

એ શું ગયો આતો, આખેઆખી મરી ગઇ;
સુમસામ,વંટોળે ચડતી ધૂળ-રાખની વાતો.

ગ્રિષ્મના મદમાં,સુર્ય છાનો રહે શું?
સુકા હૈયે,તીરાડે પડેલા ડામની વાતો.

તરત મળવા દોડે,મેઘ આમતો ખરો પ્રેમી;
સાંભળી હવાના મોઢે પ્રીયાના ચિતારની વાતો.

પ્રાયશ્ચીત નું સૌથી પેહલું ટીપું પડે છે એનું,
બીજાએ પ્રેમ ને ત્રીજે યૌવનના ઉન્માદન વાતો.

મારી સખી આ ધરતી,એની પાછળ કેવી ગાંડી!
ભુલી ગઇ ને ‘ના જશો’ ના વાયદાની વાતો?

આજ તો એ મોસમ છે જ્યારે લોકો વગોવે,
મારી વાહલી ધરાના પ્યારની વાતો.

-આર્જવ

Published in: on October 8, 2007 at 2:23 pm

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/10/08/%e0%aa%b5%e0%aa%be%e0%aa%af%e0%aa%95%e0%aa%be-%e0%aa%86%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%b5-aarjav/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. On October 11, 2007 at 4:45 am Paresh Said:

    Arjav nice one …..

Leave a Comment