કોઈ પ્રીત કરી તો જાણે ! - મહેન્દ્ર વ્યાસ ‘અચલ’ (Mahendra Vyas)

કોઈ પ્રીત કરી તો જાણે !

કોઈ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે ! - કોઈ..

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા  ખોવાયા   જેવી,
પળ પળને વિસરાવી દેવી;
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે ! - કોઈ..

દુનિયાની તીરછી દ્રષ્ટિમાં,
વેધક   વાણીની   વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા ર્ હેવું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે ! - કોઈ..

મોજાંઓના     પછડાટોથી,
ઝંઝાનિલના  આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે,
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે ! - કોઈ..

મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

Published in: on November 4, 2007 at 1:21 pm

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/11/04/%e0%aa%95%e0%ab%8b%e0%aa%88-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4-%e0%aa%95%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%9c%e0%aa%be%e0%aa%a3%e0%ab%87-%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87%e0%aa%a8/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment