શુભ દિવાળી- Happy Diwali from Kavilok parivar

diwali.jpg

દિવાળીના આ ભવ્ય અને દિવ્ય અવસરે આપણા સહુના દિલમાં સર્વજન પ્રત્યે સદ્ભાવના દીવા પ્રગટે એવી કવિલોકની શુભેચ્છાઓ. વિક્રમ સંવત 2064ના આ નવા વર્ષના આગમને સહુને નૂતન વર્ષના અભિનંદન.  

ટળવળી અવિરત આંખ જે
અજ્ઞાત અંધારે પ્રભા કાજે
એ મહીં,
જ્ઞાન ધ્યાન પ્રકાશ ઝળહળે
ને દીપ દીપાવલીને આંજે.
હો ચેતનમયી અમાસની નિશા!

ચળવળી અહર્નિશ પાંખ જે
વિરાટ વ્યોમે શાતા કાજે
રે તહીં,
શીત પ્રીત સમીર ફરફરે
ને આશ આસમાનને આંબે.
હો દર્શનમયી નિત નવી દિશા!

દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા

Published in: on November 8, 2007 at 3:01 pm Leave a Comment
Tags: , ,

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/11/08/happy-diwali-from-kavilok-parivar/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment