પ્રયાસ પ્રારબ્ધનું કજોડું
પળભરનું ય ના કરું મોડું વળી હરણાની દોડે હું દોડું
પણ ભગ ચાલે મંદ થોડું કે દશેરાએજ પડે માંદુ ઘોડું
તેર તૂટે એક જ્યાં સાંધુ જાણે જીવતરે વાયું વાવાઝોડું
મનડું મારું હું ઠેરઠેર ફોડું ને તન એથી થયું મારું બોડું
મઢી મંદિર દૂરનું એ દેરું એકેય ચડ્યા વિનાનું ન છોડું
બાવાઓની જમાતે ફરું તોયે અજાણ શું સોનું શું લોઢું
કર્મ કાજ કોડે કેડ મરોડું પણ પ્રયાસ પ્રારબ્ધનું કજોડું
પગ મારા થાય દોડુ દોડુ કે ભગને ભાંગવા તોડું ભોડું
ભગ ભ્રમમાં દિલ બાજી ના ભવની માંડ નથી થ્યું મોડું
સ્મર એ સીતા-રામનું જોડું પછી તું નહિ ભગને વખોડું
હરજીની મરજીએ તું મોડુ તો ધબકારેય હાશકારો છોડું
આનંદે ખાઈશ તું ઝોલું ને સુખ કહેશે હવે તુંને ન છોડું
દિલીપ ર. પટેલ