જળને તરસ્યું લાગે – વ્રજલાલ દવે

કોણ માને આ વાત કે, ઓલ્યા જળને તરસ્યું લાગે?

આભની પાંખે ઊડતા ગાઢા મેઘને લાગ્યો ભાર;
તારક, સૂરજ- ચંદરે એના કોઈ મળ્યા ના તાર;
ધરતીના કણ કણને પીવા કારમી ઝંખન જાગે. – જળને….

કોકનો ખોબો, ગગરી ઘડો આવતાં લાગે વાર,
વાવકૂવાનાં થાનક સૂનાં કંપતાં પી અંધાર;
કંઠને જળમાં શોષ એવો કે, ઠરવાનું ઠામ માગે. – જળને…

પ્રથમીને પટ મૌનને ખોળે સર હેલારે જાય;
તટ પહોંચી તરણાંને તોય પરશ લીલા પાય;
ભોંયમાં પેસે તોય ઊંડેરા મૂળિયાંની પ્રીત માગે. . – જળને….

નદીયું હો કે સાગર પોતે ભીંજી, ભીંજાવી રહેવું;
ખારપ, મીઠપ બેય સવાદી રાતદી વહેતાં રહેવું;
થાન બન્યાં જે માતનાં એની વ્હાલપને કોણ તાગે? . – જળને….

- વ્રજલાલ દવે 

કવી પરીચય

        આ કવીતામાં કવી એક સાવ નવી જ વાત કહી જાય છે.  મૃગજળની, ત્રુશાની માનવસહજ વૃત્તી તો ઘણી રચનાઓમાં પ્રયોગાઈને ચીલાચાલુ થઈ ગઈ છે. પણ આ જુની પેઢીના કવી, સાવ નવી વાત  પાણીના  સંદર્ભે કહી જાય છે.

જળ તરસ્યું હોય?

હોય. હોય છે જ.

જળને ય કેવા કેવા અભરખા હોય છે? કોની કોની પ્યાસ બુઝવવા તેને હૈયે એશણાઓ હોય છે? તે આકાશમાંથી તારા, સુર્ય કે ચંદ્રનો સાથ નથી લેતું.  તેને તો ધરતીના કણ કણને પીવાની ઝંખના છે.

છેલ્લે….  માતાના સ્તનના દુધમાંય  પ્રવેશીને જળ મહામુલી વ્હાલપનો લ્હાવો પણ લઈ લે છે.  

જળને પરમ તત્વનું  પ્રતીક  ગણીએ તો, ઈશ્વરના ઓરતાની બહુ જ મોટી વાત પણ કવી પરોક્ષ રીતે કહી જાય છે.

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/11/18/jalane_taryu_vrajlal/trackback/

RSS feed for comments on this post.

4 Comments Leave a comment.

  1. [...] ” કોણ માને આ વાત કે ઓલ્યા જળને તરસ્યું લ…“ [...]

  2. Dear Sureshbhai,

    Many thanks for bringing this poem to the readers and giving your interpretation of it. It makes it easy to understand the poem. Many of us after residing here for more than 45 years begin to lose the ability to appreciate the subtle interpretation of words and phrases in Gujarati. Please continue to bring such gems of Gujarati poetry to the attention of readers. There was an old poem, Makorbai by Shridharani. I request you to find it if possible. Was a powerful description of Society’s inequality ! Many thanks for your efforts. I just returned after a wonderful trip of India for 48 days filled with scietific lectures as well as poetry recitals by Rameshbhai Patel and me in Pune, Mumbai, Baroda,Surat, Kapadwanj etc. It appears India is prospering rapidly!

    With best wishes and warmest regards,

    Dinesh O. Shah

  3. [...] જળને તરસ્યું લાગે – વ્રજલાલ દવે November 18, 2007 Filed under: અન્ય સ્તુતિઓ — મગજના ડોક્ટર @ 9:23 pm જળને તરસ્યું લાગે – વ્રજલાલ દવે [...]

  4. DEAR DINESH,

    WELCOME BACK AND KEEP DOING GOOD WORK.
    WE WILL BE AT OUR SCHOOL IN AMADAVAD.
    DO VISIT BPA.
    http://www.bpaindia.org


Leave a Comment