જોબન જેવું
જોબન જેવું જગમાં, કોઇ દીઠું ના આજ
અંગ અંગમાં ઉછળે કંઇક અજબ ગજબનું રાઝ
દૂર ગગને માંડુ નજરું, મીઠા ભાળું સાદ
ઢોલ ધબુકે અંતર હરખે, ઝરમર વરસે નાદ
કુવા કાંઠે નદી તટે, છલકે ગાગરે પ્રીત
મન મોગરો મ્હેંકે મ્હેંકે, ગાતાં ગાતાં ગીત
એકલ ખૂણે એકલ પંડે, એકલુ હરખે મુખ
સ્વપ્નમાં શણગાર ધરુંને, સ્વર્ગનુ ભાળું સુખ
હું હસું ને હસે જગ, મલકે યૌવન હીર
સાગર તીરે મોજાં ઉછળે, મનડું થાયે અધીર
કોઇ આવી દિલમાં વસે, રમે અંતરે આશ
જોબન જેવું જગમાં કોઇ ના દીઠું ચોપાસ
જોબન જાતાં વાર ના લાગે, માણીલો મલકાટ
ઝીલો જીન્દગીએ મસ્તીલો રંગીલો જોશીલો ચળકાટ
રમેશ પટેલ ‘આકાશદીપ’