કોણે કોને ઝીલ્યા? – રમેશ પટેલ ‘આકાશદીપ’

કોણે કોને ઝીલ્યા?

ઉષા ખીલી કે ખીલ્યું આભ

કોણે કોને ઝીલ્યા?

કેમ આપણે આવું ના શીખ્યા?

તપ્યા રવી કે તપ્યા સાગર,મેઘ બનીને મહાલ્યા
પોલે વાંસે પૂર્યા પવનને,બંસરી થઈને બોલ્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

પડખાં ઢાંકી,દોરીએ બાંધ્યા,તો ઢોલ થઈ ધબૂક્યા
રાત ઢળી પૂનમ પ્રગટી,રાધા કાનજી રાસે ઘૂમ્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

ધરણીએ બીજ દબાયા,હૂંફે જાગ્યા, પુષ્પો થઈને ખીલ્યા
સરીતા નાથી તો જળાશયો ઝૂમ્યા,વગડા લીલા મ્હોંર્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

સ્વપ્ને દિઠા મલકાટ મિલનના,ગાલે રંગો ગુલાબી છાયા
શબ્દો સર્યા,મળી પ્રાર્થના,જીવન સંસ્કાર થઈને ખીલ્યા

આપણે દેખાદેખી કેવું શીખ્યા

પંખી સંગે હળવે હળવે,ગાતાં તમે કેવું શીખ્યા
કેવા શાણા દિઠા, કોણે કોને ઝીલ્યા ભાઈ કોણે કોને ઝીલ્યા.

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on January 1, 2008 at 11:07 pm Leave a Comment

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/01/01/%e0%aa%95%e0%ab%8b%e0%aa%a3%e0%ab%87-%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9d%e0%ab%80%e0%aa%b2%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment