થઈ હાડપિંજર જગ ફરું છું
સજી માન સાગર મહીં તરતા અહંકાર તળે ઓવારે ડુબી મરું છું
તજી નાવ નાંગર સર્ફ કરું છું તહીં દૂર આભલે માંજી બની તરું છું
થઈ રાગ રાવણ રજ કાંક્ષતા જુલ્મ જુધ્ધને શુધબુધ ભુલી વરું છું
દઈ પ્રીત પાવન તર્ક કરું છું તહીં તોલ કાટલે કાજી બની કરું છું
લઈ લોભ લાલચ લોક લૂંટતા હાયવોય હતાશા ઉરે બૂરી વરું છું
ધરી સત્ સંતોષ કર્મ કરું છું તહીં મજા માટલે તાજી નરી ભરું છું
લઈ ભોગ હરણા દોટ મુકતાં ડગલે ને પગલે તળિયે પડી ખરું છું
થઈ હાડપિંજર જગ ફરું છું તહીં શ્વાસ ખાટલે રાજી બની ભરું છું
લઈ કામ કામણ મન આંજતા મોહ માયાની માંદગી ગ્રહી ડરું છું
સજી સેવા સાધન ધર્મ ધરું છું તહીં દવા બાટલે સાજી રહી ભરું છું
ખાઈ પાન અંજળ ભવ તજતા લખચોરાશી ચગડોળે ફેરાં ફરું છું
લઈ પંચવર્તમાન પંડ ભરું છું તહીં પ્રભુ પાટલે બાજી દિલ કરું છું
દિલીપ પટેલ