ભારતને ભારત રહેવા દો – રમેશ પટેલ ‘આકાશદીપ’

ભારતને ભારત રહેવા દો

મનની શાન્તી સકળ સુખદાતા,
જગ ચેતના જગવવાદો
આવો બંધુ અવાજ ઉઠાવો
ભારતને ભારત રહેવા દો

પુણ્ય ભૂમિએ પ્રગટ્યું દેવત્ત્વ
સારા જગે મલકવા દો
અહીંસા એ આધાર જગતનો
કરુણાથી છલકવા દો

હીંસા અત્યાચાર અકલ્યાણી
માનવને માનવ રહેવા દો
ઉપકારોના મેઘ અવની એ સીંચો
વનરાજીને મ્હોંરવા દો
પશુ પક્ષી અબોલા જીવડા
પુરક બનશે પથરાવા દો
સૌના સુખે થાશો સુખીયા
ભાવ ઉરે છલકાવા દો
સરીતામાંથી સાગર થૈ મ્હાલો
સપ્ત ખંડે સંવરવા દો
મીઠા બોલે દો આવકારો
સુધા સ્મીત રેલાવા દો
બુધ્ધી બળથી વિકાસ કેડીએ
સુખ શાન્તી પથરાવા દો
પાપ મારગેથી પાછા વળો
પ્રતિક્રમણને પ્રગટવા દો

અખીલ બ્રહ્માંડનો એકજ ઈશ્વર
બની સંતાન શોભા દો
સારું સારું ગ્રહણ કરીને
અનંત સુખને સથવારો દો

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on January 1, 2008 at 11:08 pm Comments (2)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/01/01/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%b0%e0%aa%b9%e0%ab%87%e0%aa%b5%e0%aa%be-%e0%aa%a6%e0%ab%8b-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. Rameshbhai, your poem” bharatne bharat rahevado”
    is unique and ever green poetry for gujarati sahitya .
    vital patel

  2. શ્રી ડૉ દિલિપ ભાઈ,
    કવિલોકના સુંદર ગીતો માણવા લાયક, નવિનતા સભર અને પ્રેરક લાગ્યા.રચનાઓ
    મૂઢી ઉંચેરી તથા સહિત્યીક રીતે ઝળહળતી અને વતનના રંગે રંગાયેલી આપવા બદલ અભિનંદન.
    સ્વેતા પટેલ(કેલીફોર્નીઆ)


Leave a Comment