વાહ રે વાદળીઓ – રમેશ પટેલ ‘આકાશદીપ’

વાહ રે વાદળીઓ
રોષે રમે દાદા સૂરજ ગગન
ઉના તે વાયરે શેકાયા તન

તપી રે ધરતીને તપ્પા તરુવર
કરમાયા કામણ ને રુએ સરોવર

દૂરદૂર વ્યોમે વીચરે વાદળી ભલી
વીચારે ભેગા મળી ઢાંકીએ ધરતી

કાળિ ભમ્મર વાદળીઓ થઈ રે ડુંગર
દિધો પડછાયો પાથરી ગગને ચાદર

દઈને છત્તર વરસ્યો અંતરનો સ્નેહ
અમીરસ સીંચીં મલકે આભલેથી મેહ

વાહરે વાદળીઓ દાદાને દિધો હુંકાર
સવાયા સંતાન થઈ કીધો જયકાર

આભલું આવી રમે સરોવર મોજાર
ઝીલે કેવું પ્રતિબીંબ હરખી અપાર

વદે સૂરજ દેવ વંદી કિરતાર
કેવા ઉપકારી બંધને બાંધ્યો સંસાર

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on January 13, 2008 at 11:55 am Comments (1)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/01/13/%e0%aa%b5%e0%aa%be%e0%aa%b9-%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%b3%e0%ab%80%e0%aa%93-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%86%e0%aa%95/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. સુરેશ્ભઈ,આકાશદીપની રચનાઓ મન ભાવન લાગી.અર્થ સભર ઋજુ શબ્દાવલી મનમાં પ્રસનતા પમાડે તેવી છે.
    નીલ પટેલ


Leave a Comment