પતંગ - ડૉ. જગદીપ નાણાવટી (Dr Jagadip Nanavati)

પતંગ…..
(જાગને જાદવા……)

સ્નેહને તાતણે વ્હાલને વાયરે
અખિલ બ્રહ્માંડમાં જો ઉડી જાય રે

રંગ માનવ તણો જો પતંગે ચડે
ધ્રુવ તારક સમો સ્થિર થઇ જાય રે

ના ચળે કોઇથી, ના ડૂબે કોઇ દિ’
વિશ્વ માં સર્વદા ઝળહળી જાય રે

ષડરિપુ ક્યાંકથી ઘોર આવી ચડે
પ્રેમની ધાર થી કાપતી જાય રે

દોર જીવન થકી, કાપ જ્યારે હરિ
દૂર અવકાશમા ઓગળી જાય રે

ડૉ. જગદીપ નાણાવટી

એમના મજેદાર બ્લોગ પર વિશેષત: પ્રસંગોપાત્ત ને સમયોચિત રચાયેલી વૈવિધ્યસભર રચનાઓ માણવા      http://www.jkshabdasoor.blogspot.com/ લિંક પર ક્લિક કરવાનું ચુકશો નહીં.

Published in: on January 14, 2008 at 12:14 am

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/01/14/%e0%aa%aa%e0%aa%a4%e0%aa%82%e0%aa%97-%e0%aa%a1%e0%ab%89-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a6%e0%ab%80%e0%aa%aa-%e0%aa%a8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%b5%e0%aa%9f%e0%ab%80-dr-jagadip-nanavati/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. On January 23, 2008 at 11:37 am dr.rajesh prajapati Said:

    good, very good blog…..
    see also my blog….
    http://www.shashvatxama.blogspot.com

Leave a Comment