વસંત
સજ્યા શણગાર ભરી રંગો ભરપૂર
મલકે છે મુખ નીરખી કુદરતનું રુપ
ખોબલે ખૂલ્યા આજ ખૂશીના ખજાના
આજ વાયા છે વાયરા વસંતના
સુગંધી સમીરે દીધા સંદેશ ચોદીશ
કેસુડાના રંગો છલક્યા ચોદીશ
મીઠા લાગ્યા છે મને ટહૂંકા કોયલના
આજ વાયાછે વાયરા વસંતના
રુપરંગે ખીલ્યાછે પુષ્પો ને પર્ણ
ભમરાઓ ભમતા આજે કુસુમોને દલ
સરોવર હીંચોળે છે ગુલાબી પોયણાં
આજ વાયા છે વાયરા વસંતના
ઋતુરાજની શોભાથી શોભે છે અવની
લીલીછમ વેલીઓને ફૂલની રંગોળી
મરકે છે હોઠ રતુંબલ યૌવનના
આજ વાયાછે વાયરા વસંતના
વિહંગ સંગ ઝૂમે મસ્તીથી મંજરી
ગાતી રે ગીત છૂપા ઝૂમતી કળી
સૂણજો રે સૂર મારા દિલડાના
આજ વાયાછે વાયરા વસંતના
રમેશ પટેલ ‘આકાશદીપ’
શ્રી અવીનાશ વ્યાસ એટલે ગુજરાતી ગીત સંગીતથી સૌને ઝૂમતા કરનાર્.ગાવાનું મન થઈ જાય
તેવી તેમની રચનાઓ ની જેમ પ્રકૃતિ સાથે નું તેમનું ચીંતન ખૂબ ગમી ગયું.
વસંતને વધામણા દેતી આકાશદીપની આ રચના સાચેજ મનને ઝૂલે ઝૂલાવી ગઈ.કવિ લોકને
અંતરથી અભિનંદન
પ્રકાશ દેસાઈ
On ocassion of vasant panchami ,I enjoyed this lovely
poem and it has really given me a pleasure.
Keyur Patel
સુંદર કૃતિ. કવિતામાં વસંત ગાતી ગાતી લહેરાઈ છે.ગમી ગઈ અને મનમાં ગૂંજતી થઈ ગઈ.
સ્વેતા પટેલ