પાંગરી વસંત

પાંદે  પાંદે  પ્રકૃતિની  કેવી  પાંગરી વસંત
પંડે પંડે  પ્રીતડીની  એવી  પાંગરી વસંત

ડામરી ડાઘ પરે રીઝ્યો દયાનો રે દરિયો
ડગલે ડગલે લીલોતરીની લાંગરી વસંત 

ઝાડ કિંકર ના સૂનાં  ના જૂનાં હાડપિંજર
ઊસર ધરા થૈ નવોઢા સજી કાંગરી વસંત

વનરા તે વનમાંયે રુક્ષતાથી જે રૂઠી રૂઠી
રાધાને રમણી બનાવે રે સાંવરી વસંત

સૂકા પતઝડે ફીકા ખર્યાં જે પતંગ પચરંગ
ચાર ચાંદ ચંચળ ચમકાવે માંજરી વસંત

ડરવું ત્યાં મરવું- કુંજી એવું મ્હોર તું ‘દિલ’
ખરવું ના વરવું ગુંજે ગરવું બાંસરી વસંત

દિલીપ ર. પટેલ  
 

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/02/18/%e0%aa%aa%e0%aa%be%e0%aa%82%e0%aa%97%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b5%e0%aa%b8%e0%aa%82%e0%aa%a4/trackback/

RSS feed for comments on this post.

3 Comments Leave a comment.

  1. વસંતના ધબકારા ઝીલ્યા નવલા રુપે.સાંવરી માંજરી વસંત સુંદર રચના,
    રમેશ પટેલ(આકાશદીપ

  2. DILIPBHAI…NICE VERY NICE..

  3. ડૉ. ચન્દ્રવદનભાઈ, કવિલોકની આપની મુલાકાત અને અભિપ્રાય બદલ આભાર.


Leave a Comment