વાહ શૂન્ય - રમેશ પટેલ ‘આકાશદીપ’
કવિલોકને વૈવિધ્યસભર નવીન રચનાઓ પૂરજોશે પહોંચાડનારા પ્રિય કવિઓ એવા રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’ અને ડૉ. જગદીપભાઈ નાણાવટીએ આ અઠવાડિયામાં મોકલેલાં બન્ને કાવ્યો જોગાનુજોગ શૂન્યથી શરૂ થાય છે.. તો માણો રમેશભાઈની રચના!
શૂન્ય હું શોધું તને, ક્યાં છૂપાયું તું જગે
ધારું તને હું શુન્ય તો, તું વિરાટ થઈ હસે
કહે બધા શૂન્યના સરવાળા કરે કંઈ ના વળે
જો શૂન્યની અવગણના કરો, પૂર્ણ વિરામ પામો તે ક્ષણે
ના મને ઉમેરી શકો કે ના બાદ કરી શકો તમે
પણ જો સાથ દો મને, ખુદ મૂલ્યવાન થઈ જાશો તમે
શૂન્યમાં શું છે કે કંઈ નથી, એ સમજાતું નથી મને
શૂન્યમાં સૂતું છે વિશ્વ, વિલય સર્જન સંગે જગે રમે
શૂન્ય છું ભાઈ શૂન્ય, પણ અજાયબ શક્તિ છું
શૂન્ય દિસે અવકાશ એટલે તો હું અનંત છું
શૂન્ય એ શૂન્ય જેવું, તમે સમજો તેમ નથી એ
શૂન્યમાંથી સુષ્ટિ રચાઈ ને શૂન્યમાં જઈ વિરમે
શૂન્ય છું ભાઈ શૂન્ય, ના હસો વિરમો જરા
આતમનો એકડો લોપાશે, તો તમે પણ શૂન્ય છો ભલા
વાહ! શૂન્ય! શૂન્ય સમજી જ્યારે વિચાર્યું
તું અસ્તિત્વ થઈને સામે ઊભું
શૂન્ય તને કેવી રીતે શૂન્ય કહું
વિરાટનું લઘુ રુપ લઈ તું અવતર્યું
રમેશ પટેલ ‘આકાશદીપ’
The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/02/20/%e0%aa%b5%e0%aa%be%e0%aa%b9-%e0%aa%b6%e0%ab%82%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%86%e0%aa%95%e0%aa%be%e0%aa%b6%e0%aa%a6/trackback/
શૂન્ય વિશે સહજ રીતે ,આટલું સુંદર કવન પ્રથમવાર વાંચવાનો લાભ કવિલોકમાં મળ્યો.
અનેક સવાલોના જવાબ કોણ શોધી શકશે?આપણેજ શૂન્ય થઈ ગયા ભાઈ.
ધન્યવાદ શ્રી રમેશભાઈને.
વિતલ પટેલ
I enjoyed the each words of poem.What a way of telling-something from nothing.Poem not flying to sky nor swimming in ocean but still touches inner.The great? Who?
Neil Patel
HI,
really without “O” we are nothing. Fantastic no words to say. Thanks for giving such a beaut rachna to us.
કહીદો મોત ને ના મૂકે હોડમાં નેજ આબરૂ,
’શૂન્ય’ છું માર્યો કોઇનો હું કદી મરતો નથી.
‘શૂન્ય’ પાલનપુરી
કહીદો મોત ને ના મૂકે હોડમાં નીજ આબરૂ,
’શૂન્ય’ છું માર્યો કોઇનો હું કદી મરતો નથી.
‘શૂન્ય’ પાલનપુરી
ખરેખર તમારી કવિતા ખૂબ જ ગમી. અને ખાસ કરીને જેમાં પ્રાસ બેસે છે કવિતા ખાસ, જેમકે જુદી જીદગી છે મિજાજે મિજાજે
જુદી બંદગી છે નમાજે નમાજે
ખરેખર ખૂબ જ સરસ.
શ્રી દિલીપભાઈ,
શૂન્ય વિશે વિશેષ…
છું હું શૂન્ય, પણ થઈ સેતુ, રચું હું અનંત બિન્દું
અજાયબ ભરતક્ષેત્રની દેન, થઈ ચીરંજીવ, પૃથ્વીલોકે રમું હું
શાસ્ત્રોએ પ્રમાણ્યા છે ચીરંજીવી, વિભીષણ ,અશ્વત્સ્થામા ને હનુમંત દેવા
આકાશદીપ વદે,દિઠા ચોથા ચિરંજીવી શૂન્ય, યુગવર્તી કરતા મહાસેવા.
રમેશ પટેલ(આકાશદીપ
well said
વાહ શૂન્ય-અતી સુન્દર રચના.વિચારવંત અને ગમી જાય તેવી શબ્દાવલી.
સ્વેતા પટેલ
શૂન્યની સુંદર યશગાથા,ઘણી જગમી.
કેયુર
શૂન્ય કવિતાની રચના કંઇક વિશેષલાગી. શૂન્ય પાલનપૂરી ની ગઝલની મજા માણી.વિશેષ
શૂન્ય માટે ચિરંજીવી નો આકાશદીપનો ઈલકાબ ચાર ચાંદ લગાવી ગયો.આ વી સુંદર રચનાઓ કવિલોક ઉપર મૂકવા બદલ ધન્યવાદ.
પ્રતિમા
Really nice poem of Zeero…everything is valuable if we can consider it able..nice poem….
Somethings really special, always found in kavilok.Topics are not only well described but superbly
unique.
Chirag Patel