રંગોની વણઝાર- રમેશ પટેલ ‘આકાશદીપ’

રંગોની વણઝાર

રંગમાં રમીએ રંગે રમીએ, લઈ રંગીલી આશ
સાત રંગોને પરોઢે પાથરી, ઉષા સજાવે આકાશ

રંગમાં રંગ ભળે ને હાલે, રંગોની વણઝાર
રંગ રંગોળી સુંદર મજાની, દે મીઠા આવકાર

પૂરે પ્રેમથી પ્રભુ પુષ્પે , પ્યારા રેશમીયા રંગ
વેણી ગજરા સુગંધી ગુલદસ્તાએ, હરખે મનને અંગ

રંગીલા ઉત્સવ મલકી આંગણિયે, છલકાવે રંગ ગુલાલ
પંચરંગી પોષાકે પ્રગટે, નયન નીતરતા વ્હાલ

લાલ લગાડે પીળાની માયા, નારંગી થઈ છાયે
વાદળી વરસાવે વહાલ પીળા પર, ધરતી લીલુડી ગાયે

શ્યામલ રંગ હસતો કહેતો, જોજો લાગે ના કોઈ દાગ
શ્વેત રંગે શોભા ઝીલજો, દઈ શાન્તિ પૈગામ

જળ જેવા થઈ નિત ઝીલીએ સૃષ્ટિના સર્વે રંગ
મેઘ ધનુષ્યના રંગો માણી દઈએ દુનિયાને ઉમંગ

રમેશ પટેલ ‘આકાશદીપ’ 
કરોના, કેલિફોર્નીયા
વતન: મહીસા જિ. ખેડા
જન્મ: 16 જુન 1948
અભ્યાસ: બીઈ (ઈલેક્ટ્રીકલ)

Rameshchandra J. Patel (”Aakashdeep”)
Native place: Mahisa Di: Kheda
Birthdate : June 16th, 1948
Education: Bachelor of Engineer (Electrical)
Current Address : 550 Bucknellway, Corona, CA

Published in: on February 28, 2008 at 11:16 pm Comments (5)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/02/28/%e0%aa%b0%e0%aa%82%e0%aa%97%e0%ab%8b%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a3%e0%aa%9d%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%86%e0%aa%95/trackback/

RSS feed for comments on this post.

5 Comments Leave a comment.

  1. રંગમાં લાવી દે તેવી સુંદર રચના. કુદરતને ઝીલી સૌને ગમે અને ભાવમાં રમાડે
    તેવી ઉત્તમ કૃતિ.
    ચન્દ્ર પટેલ

  2. Real colors of poem showered on me.Enjoyed the beauty
    of thought.
    Neil Patel

  3. જળ જેવા થઈ–શોધે ના મળે તેવું સુંદર ગીત,
    કેયુર પટેલ

  4. રગોની વણઝાર-ખૂબ જ સરસ ગીત
    પ્રતિમા

  5. રંગોની વણઝાર– બસ માણ્યા જ કરીએ એવું કવન.અભીનંદન
    પ્રવીણ શુક્લ


Leave a Comment