અમે…(ગઝલ)
આવો કહ્યું ને આવતાં આવી ગયા અમે,
ટાણા વિના આવ્યાં છતાં ફાવી ગયાં અમે..
હસવું પડે એવું કશું કારણ ન’તું કને,
મલક્યા જરાક તે છતાં ભાવી ગયાં અમે..
એવા જ કંઈક વાંકની ધારી સજા મળી,
મમળાવવાની વાતને ચાવી ગયા અમે..
કોનો થયો વિજય કહો, કોનું થયું પતન!
તાકી રહ્યાં તમે અને તાવી ગયા અમે..
ફોરી ઉઠે સઘળું ગમન, પગલાં ભૂસાય છો,
એવાં એકાદ-બે બિયાં વાવી ગયા અમે..
નવનીત ઠક્કર
ગુજરાતી વેબ-જગતમાં ઠકકર ફેમિલીનો ગુજરાતી કાવ્યોના બ્લોગની મુલાકાત લેવા નિતનવશબ્દ… http://www.neetnavshabda.blogspot.com/ લિંક પર ક્લિક કરશો.